રોડ સેફ્ટી સેમિનાર: મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન
મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા શહેરમાં રોડ સેફ્ટી જાગૃતિ અંતર્ગત GIANTS PEOPLE FOUNDATION દ્વારા એક અનોખું સેમિનાર યોજાયું. આ સેમિનાર VIVEKANAND X-HIGH SCHOOL ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત તરીકે મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીએ
રોડ સેફ્ટી સેમિનાર: મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન


મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા શહેરમાં રોડ સેફ્ટી જાગૃતિ અંતર્ગત GIANTS PEOPLE FOUNDATION દ્વારા એક અનોખું સેમિનાર યોજાયું. આ સેમિનાર VIVEKANAND X-HIGH SCHOOL ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત તરીકે મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપ્યું.

ઇન્સ્પેક્ટરશ્રીએ વાહન ચલાવતા સમયે સાવચેતી, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ગતિ મર્યાદા, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની જરૂરીયાત જેવી અગત્યની બાબતો સમજાવી. તેમણે કહ્યું કે યુવા પેઢી જ રોડ સેફ્ટી સંદેશને સમાજમાં વ્યાપક બનાવી શકે છે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા અને આરટીઓ અધિકારીએ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા. કાર્યક્રમના અંતે GIANTS PEOPLE FOUNDATION દ્વારા સૌને સલામત ડ્રાઇવિંગ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande