જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના લાલપુરની શ્રી સાંદિપની એકેડમીના વિદ્યાર્થીઓએ આજે તાલુકા પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષકગણ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. પોલીસ સ્ટેશન ઓફિસર (PSO)એ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની વિવિધ કામગીરીથી માહિતગાર કર્યા. તેમણે સ્ટેશન ડાયરી, વાયરલેસ વિભાગ અને લોક-અપની માહિતી આપી. વધુમાં, પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હથિયારો અને અન્ય જરૂરી સાધનોની જાણકારી આપી. રાઇટર વિભાગની કામગીરી વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.
શાળા પરિવારનો આ પ્રયાસ વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે ભય નહીં, પરંતુ સમજ કેળવાય તે માટેનો હતો. લાલપુર પોલીસે આ શૈક્ષણિક મુલાકાત માટે સહયોગ આપ્યો અને વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt