મહેસાણા-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માત: એકનું મોત, બસ હોટલમાં ઘૂસી
મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વાહનો સામેલ હતા જેમાં ઇકો કાર, સેન્ટ્રો કાર અને એસટી બસનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનુ
મહેસાણા-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માત: એકનું મોત, બસ હોટલમાં ઘૂસી


મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વાહનો સામેલ હતા જેમાં ઇકો કાર, સેન્ટ્રો કાર અને એસટી બસનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાઇવે પર ઝડપથી દોડતી ઇકો કાર અચાનક બસ સેન્ટ્રો કાર સાથે અથડાઈ હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસ નિયંત્રણ ગુમાવી બન્ને કારને ટક્કર મારી. અકસ્માતનો ભયંકર દ્રશ્ય એવો હતો કે એસટી બસ સીધી જ રોડ નજીક આવેલી હોટલમાં ઘૂસી ગઈ હતી. બસ હોટલમાં ઘૂસતા જ ભારે ગડબડ મચી જતાં લોકો દોડાધોડ કરી બહાર નીકળી ગયા હતા.

ઘટનાસ્થળે તરત જ પોલીસ દોડી આવી હતી અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર લાંબો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાઈનો લાગી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande