પોરબંદરમાં હનીટ્રેપનું કાવતરું ઘડનાર ઝડપાયા બે આરોપી
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં એક વ્યક્તિને બે ઈસમોએ હનીટ્રેપમાં ફસાવી મોટી રકમની માંગણી કરી હતી પરંતુ ભોગબનનારે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની પરિવારજનોને જાણ થતા પરિવારે કમલાબાગ પોલીસનો સંપર્ક સાધી હનીટ્રેપમાં ફસાવનાર દયાબેન ર
પોરબંદરમાં હનીટ્રેપ નું કાવતરું ઘટનાર બે આરોપી ઝડપાયા.


પોરબંદરમાં હનીટ્રેપ નું કાવતરું ઘટનાર બે આરોપી ઝડપાયા.


પોરબંદરમાં હનીટ્રેપ નું કાવતરું ઘટનાર બે આરોપી ઝડપાયા.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં એક વ્યક્તિને બે ઈસમોએ હનીટ્રેપમાં ફસાવી મોટી રકમની માંગણી કરી હતી પરંતુ ભોગબનનારે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની પરિવારજનોને જાણ થતા પરિવારે કમલાબાગ પોલીસનો સંપર્ક સાધી હનીટ્રેપમાં ફસાવનાર દયાબેન રાઠોડ અને ડાયાભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

પોરબંદરમાં થોડા દિવસો પૂર્વે આશ્ચર્યજનક ઘટના ઘટી હતી જેમાં મૂળ પોરબંદરમાં રહેતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની વધુ પ્રાપ્ત વિગતો મુજબ દયાબેન રાઠોડ અને ડાયાભાઈ જાદવ નામના શખ્સે આ ગુનામાં ભોગબનનાર વ્યક્તિને વિસાવદર ખાતે બોલાવ્યો હતો અને કોઈ રીતે તેના અભદ્ર વિડિઓ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ બન્ને ભોગ બનનાર વ્યક્તિને ફોન કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની માંગણી કરતા હતા. ભોગબનનાર વ્યકિતએ બદનામીના ડરથી ગત તા 8 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો હતો. આ હનીટ્રેપની પરિવારજનોને જાણ થતા પરિવારે પોલીસનો સંપર્ક સાધી કાવતરું ઘડનાર દયાબેન અને ડાયાભાઈ વિરુદ્ધ બી.એન.એસ. 108, 61(2)a, 352, આઈ.ટી.એક્ટ ક.67 તથા એટ્રોસિટીની કલમ 3(2),(5), 3(2)(5-a) મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદ દાખલ થતા પોલીસે આ ગુનાના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને થોડા દિવસોમાં જ બંને આરોપીની ધરપકડ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande