અંબાજી, 28 ઓગસ્ટ (હિ. સ) યાત્રાધામ અંબાજી ખાતે 7 દિવસનો ભાદરવી પૂનમનો મહા મેળો
યોજાનાનો છે ત્યારે અંબાજી આવતા લાખો યાત્રિકો ગબ્બર ખાતે પણ દર્શનાર્થે જતા હોય
છે અને જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા ગબ્બરના દર્શનાર્થે જતા હોય છે જેને
લઇ સેવામાં સંજોગો રોપવે સેવા ખોટવાઇ પડે તેવામાં કેવી રીતે સાવચેતી રાખવી તેને લઈ
બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંજયભાઈ ચૌહાણ દ્વારા ખાતે તમામ કર્મચારીઓને
તાલીમ આપવામાં આવી હતી સાથે કોઈ યાત્રિક હાર્ટ નો દર્દી હોય તો તેને તકલીફ થાય તો
તેને કેવી રીતે જીવિત રાખી શકાય અને સીપીઆર આપવા સુધીની તાલીમ ઉડનખટોલા ખાતે
યોજવામાં આવી હતી. આ તાલીમ યોજના દાતા તાલુકા મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારીને
સુચના મુજબ યોજવામાં આવી હતી એટલું જ નહીં સાથે ફાયર ફાઈટરની પણ તાલીમ આપવામાં આવી
હતી જેથી કરીને સંજોગો વસાત આગ જેવી ઘટના બને તો તેમાં કેવી સાવચેતી રાખવી તે
અંગેનો માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમિયાન 30 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહે તાલીમનો
લાભ લીધો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ