જામનગરના 5 સહિત રાજ્યના 118 પીએસઆઈની બદલી
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં બિન હથિયારધારી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ૧૧૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરથી પાંચ પીએસઆઈની અન્યત્ર બદલી થઈ છે. રાજયના મુખ્ય પોલીસવડા અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરના પોલીસતંત્રમાં બીન
જામનગર પોલીસ


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં બિન હથિયારધારી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ૧૧૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરથી પાંચ પીએસઆઈની અન્યત્ર બદલી થઈ છે.

રાજયના મુખ્ય પોલીસવડા અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરના પોલીસતંત્રમાં બીન હથિયારધારી પોલીસ સબ ઈન્સ. તરીકે ફરજ બજાવતા કુલ પૈકીના ૧૧૮ પીએસઆઈની બદલીનો ગઈકાલે હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં હાલમાં જામનગરમાં ફરજ બજાવતા શિતલબેન છગનભાઈ સંગાડાને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે, પ્રિયા મયુર અકવાલીયાને ગાંધીનગર, પાર્થ વિનોદભાઈ ગોહિલને બનાસકાંઠા, સંજય ઈશ્વરદાન ગઢવીને ખેડા, રૂદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાને ગાંધીધામ મુકવામાં આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રાજેશ વિરજીભાઈ જોષીને ભુજ, રાજેશ ગણપતિ વસાવાને નવસારી મુકવામાં આવ્યા છે.

હાલમાં ભુજમાં ફરજ બજાવતા મોહિત માણંદભાઈ કુંભરવાડીયાને જામનગર મુકાયા છે. અમદાવાદ ગ્રામ્યમાંથી મીનાબા જટુભા વાળાને, ભુજથી હીરાભાઈ તેજાભાઈ મઠીયાને જામનગર નિયુક્ત કરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande