પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસ આવે ત્યારે જુગારની મોજ ચાલતી હોય છે પરંતુ હાલ શ્રાવણ માસ પૂરો થઇ ચુક્યો છે તેમ છતાં પણ જુગારીઓ તેમની મોજમાં હોય તેમ જુગાર રમી રહ્યા છે અને પોલીસ જુગારીઓને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી રહી છે ત્યારે ગત તા. 28 ઓગસ્ટના રોજ પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તરમાં ખાગેશ્રી ગામે અશ્વીન ભગવાનજીભાઈ સંતોકી પોતાના મકાનમાં જુગાર રમાડે છેની બાતમી મળતા પોલીસે મકાન પાર પંહોચી દરોડો પડી અશ્વીન ભગવાનજીભાઈ સંતોકી, ચીન્ટુ પ્રભુદાસભાઈ સંતોકી, રાજેશ જમનભાઈ માણસુરીયા, રીપલ જમનાદાસ કાસુંબ, હિતેશ વલ્લભભાઈ સંતોકી, નિતેશ કાનજીભાઈ માણસુરીયા તેમજ રસીક મોહનભાઈ જસાણી નામના સાત શખ્સોને જુગાર રમતો ઝડપી 1,12,070/- ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે આ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪-૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.ઈન્સ વી.પી.પરમાર, એ.એસ. આઈ એસ.જી.જાડેજા, પો. કોન્સ મહેશભાઈ મેરામણભાઈ, વિજયભાઈ ખીમાણંદભાઈ, અક્ષયકુમાર જગતસિંહ તથા અશ્વીનભાઈ વેજાભાઈ રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya