સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં ઠગબાજો અવાર નવર અવનવી તરકીબો અજમાવી તેમજ બહાનાઓ બતાવી વેપારીઓને [પોતના જાળમાં ફસાવી ઠગતા હોય છે.દરમિયાન વધુ એક ઠગાઈની ઘટના સામે આવી છે.યુઍસડીટીનો સારો ધંધો છે તેમજ તેમા ફાયદો કરાવવાની લાલચ આપી રૂ.70 લાખનું રોકાણ કરાવડાવી છેતરપિંડી કરાઈ હોવાની ઘટના બની છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા કલ્પેશ મનસુખભાઈ વસોયા તેમના ઘર નજીક તુલસી આર્કેડમાં પાનનો ગલ્લો તેમજ ઍમ્બ્રોઇડરીનો વેપાર કરે છે.તેમના ગલ્લા ઉપર મયુર રમેશ વાડદોરીયા (રહે. સૌંદર્ય સ્યાક, સુદામા ચોક, મોટા વરાછા) માવા ખાવા માટે આવતો જતો હોય. તેમજ તે ઍકાઉન્ટનું કામ કરતો હોય છેલ્લા 7 મહિનાથી મયુર વાડદોરીયા સાથે મુલાકાત થતી રહેતી હતી.બીજી તરફ ધંધાનું ઍકાઉન્ટ માટે મયુર વાડદોરીયાને કલ્પેશ વસોયાઍ કામ આપ્યું હતું.દરમિયાન ગઈ તા.29-4-2025 ના રોજ મયુર વાડદોરીયાઍ તે વિઍતનામ ફરવા ગયો હોય ત્યાં યુઍસડીટીના લે-વેચનો ધંધાની બધીજ જાણકારી હોય અને આ ધંધામાં ઘણો ફાયદો હોવાનું કલ્પેશ વસોયાને જણાવ્યું હતું. જેથી કળશે તેના ભાગીદાર આશિષ માનસેતા (રહે. મુંબઈ)ને આ બાબતે વાત કરતા આશિખ માનસેતાઍ 70 લાખનું રોકાણ કર્યું હતું. યુઍસડીટી ટ્રાન્સફર કરી આપવાનું કહી સારો નફો આપવાની લાલચે લીધેલા રૂપીયા પરત માંગતા મયુર વાડદોરીયાઍ 9.50 લાખ પરત આપ્યા હતા જ્યારે બાકીના 61.50 લાખ ચુકવ્યા ન હતા. આ છેતરપિંડી અંગે ગઇકાલે કલ્પેશ વસોયા દ્વારા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આંગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે