પોરબંદર જિલ્લામાં 5 સ્થળોએ ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામા રખ પાંચમના દિવસે જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ ચાર સ્થળોએ જુગારના દરોડા પાડયા હતા પોરબંદરના પાલાના ચોક વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર ર્કિતિમંદિર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રમેશ કાલીદાસ વાઘેલા
જિલ્લામાં 5 સ્થળોએ ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા.


જિલ્લામાં 5 સ્થળોએ ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામા રખ પાંચમના દિવસે જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ ચાર સ્થળોએ જુગારના દરોડા પાડયા હતા પોરબંદરના પાલાના ચોક વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર ર્કિતિમંદિર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રમેશ કાલીદાસ વાઘેલા, ધર્મેશ રમેશ પાંજરી અને સુજલ કિશોર વાંદરીયાને ઝડપી સ્થળ પરથી રૂ.1150ની મતા કબ્જે કરી હતી કુતિયાણાના જુણેજ ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કારા કરશન જુણેજા, વિજય કેશુ જુણેજા, રામ એભા મોઢા, સરરામ કરશન જુણેજા, દુદા મુળુ જુણેજા,ને ઝડપી લીધા હતા.

જયારે લીલા સરમણ જુણેજા,લાખા રણમલ મોઢા અને આનંદ દુદા મોઢા નાશી જવામા સફળ રહ્યા હતા, પોલીસે સ્થળ પરથી રૂ.17400નો મુદામાલ કબ્જે કર્યો હતો પોરબંદરના ફટાણા ગામે તળાવની પાળ પર ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા મુરૂ ચના સાદીયા, દિપક ભીમા સાદીયા, વેજા ગીગા કડછા, વિરમ અરજન બથવાર અને સામત સોમા બથવારને ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમ્યાન મસરી કરશન બથવાર નાશી જવામા સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.10,450નો મુદામાલ કબ્જે કર્યો હતો. માધવપુર ખાતે રામદેવપીરના મંદિર નજીક જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ભરત રણમલ બાલસ અને મહેશ નાગજી કરગટીયાને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી રૂ.10,1030નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande