પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે સંયુક્ત રીતે 14મો ગણેશ મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવ્યો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવ દરમિયાન શાળાના પરિસરમાં ધર્મિક વાતાવરણ છવાયું હતું.
આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ દાદાના જયઘોષ સાથે આરતી, થાળ અને પ્રસાદ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓએ ગણપતિની સ્થાપનાથી વિસર્જન સુધી આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
શાળાના શિક્ષકો, સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓએ ભક્તિભાવ, એકતા અને આનંદના માહોલ સાથે મહોત્સવની શોભા વધારી હતી. આ રીતે પાટણની બંને શાળાએ સંસ્કારસભર ઉત્સવની સુંદર ઉજવણી કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ