અંકલેશ્વર ખાતે સાંબેલાધાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ
-વાલિયા ચોકડીથી કોસમડી સુધીનો 5 કિલોમીટરનો ટ્રાફિક હતો -રસ્તામાંથી હાઈવે ચડવા માટે અને હાઇવેથી જીઆઈડીસીમાં આવતા વાહનો થયા સામસામે -ત્રણ કલાકથી પણ વધુ સમય રસ્તો બંધ રહેતા શાળા વિધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી ભરૂચ 29 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડ
અંકલેશ્વર ખાતે સાંબેલાધાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ


અંકલેશ્વર ખાતે સાંબેલાધાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ


અંકલેશ્વર ખાતે સાંબેલાધાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ


-વાલિયા ચોકડીથી કોસમડી સુધીનો 5 કિલોમીટરનો ટ્રાફિક હતો

-રસ્તામાંથી હાઈવે ચડવા માટે અને હાઇવેથી જીઆઈડીસીમાં આવતા વાહનો થયા સામસામે

-ત્રણ કલાકથી પણ વધુ સમય રસ્તો બંધ રહેતા શાળા વિધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી

ભરૂચ 29 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડીસી તેમજ ભડકોદરા, કાપોદ્રા અને કોસમડીમાં સાંબેલાધાર વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જેને લઇ ટ્રાફિક જામની સમસ્યા તેમજ વાહનો બંધ પડી જવાની મોટી સમસ્યા સર્જાય હતી. હાલ કોસમડીથી વાલિયા ચોકડી સુધી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો .જેથી કેટલાય વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હેરાન પરેશાન થઈ ગયા હતા . વાલિયા ચોકડી હાઇવે ઉપરથી જીઆઇડીસીમાં આવવાવાળા તેમજ જીઆઇડીસી માંથી હાઇવે પર ચડવા વાળા વાહનો સામસામે થઈ ગયા હતા. તેમાંય વાલિયાથી કોસમડી સુધીનો રસ્તો ઘણો ખાડાયુકત થઈ ગયો હોવાથી તેમજ નાનો પડતો હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી.

વાલિયા ચોકડીથી કોસમડી ગામ સુધી આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો .આ ટ્રાફિકને ભર વરસાદે કેમ ખુલો કરવો તે પોલીસ માટે પણ અઘરું બની ગયું હતું .પાંચ વાગતા જીઆઇડીસીમાંથી શાળાઓ છૂટવાનો સમય થઈ ગયો હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમના ઘરે જવા માટે જવા ટ્રાફિકની લઈ ત્રાસી ગયા હતા .સત્વરે વાલિયા ચોકડીથી કોસમડી સુધીનો ફોરલેન રસ્તો વહેલી તકે અને સારો બને તેના માટે દરેક લોકોએ આગળ આવવું જોઈએ તો જ સુવિધાઓ સારી મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande