જામનગરના કુંડમાં પ્રથમ દિવસે 72 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે પાણીના કુત્રિમ કુંડ બનાવાયા છે, જેમાં ગઈકાલે પ્રથમ દિવસે ૭ર મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા વિશા
વિસર્જન


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે પાણીના કુત્રિમ કુંડ બનાવાયા છે, જેમાં ગઈકાલે પ્રથમ દિવસે ૭ર મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા વિશાલ હોટલ પાછળ પાણીનો કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે પ્રથમ દિવસે પ૧ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજો કુંડ રણજીતસાગર માર્ગે બનાવાયો છે, જેમાં ર૧ મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ બન્ને કુંડમાં મળીને ગઈકાલે પ્રથમ દિવસે કુલ ૭ર મૂર્તિનું વિસર્જન થયું હતું. આ સમયે મહાનગરપાલિકાની ટીમ પણ તૈનાત હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande