ભાવનગરમાં પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી, વેપારીઓને દંડ ફટકારાયો
ભાવનગર 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવા માટે નગરનિગમ દ્વારા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ દરમિયાન પ્લાસ્ટિકનો ગેરકાયદે ઉપયોગ કરતા
ભાવનગર શહેરમાં પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી : દંડ ફટકારાયો, શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી થવા અપીલ


ભાવનગર 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવા માટે નગરનિગમ દ્વારા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ દરમિયાન પ્લાસ્ટિકનો ગેરકાયદે ઉપયોગ કરતા વેપારીઓ તથા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમનો ભંગ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમને ભવિષ્યમાં આવી ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી.

નગરનિગમ દ્વારા જાહેર જનતાને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને કપાસના કે રિસાયકલ થતી થેલીઓનો ઉપયોગ કરી પર્યાવરણને સુરક્ષિત રાખે. પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન માત્ર સરકાર કે તંત્રનું કામ નથી, પરંતુ તેમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી છે.

શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે યુવા પેઢી, વેપારીઓ, શાળાઓ અને સામાજિક સંસ્થાઓએ સહયોગ આપવો અનિવાર્ય છે. પર્યાવરણની રક્ષા અને આવનારી પેઢી માટે સ્વચ્છ શહેરનું નિર્માણ એ સૌની જવાબદારી છે. ભાવનગર નગરજનોને અપીલ છે કે આ અભિયાનમાં સહભાગી બની પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા યોગદાન આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande