અખંડ ભારત અસ્મિતા મંચ દ્વારા ભાવનગરમાં ભવ્ય “ઓપરેશન સિંદૂર યાત્રા”નું આયોજન
ભાવનગર ,29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગરમાં અખંડ ભારત અસ્મિતા મંચ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરતી “ઓપરેશન સિંદૂર યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલા મંડળો, સામાજિક આગેવાનો તથા વિવિધ સંસ્થાઓ જોડાય
અખંડ ભારત અસ્મિતા મંચ દ્વારા ભાવનગરમાં ભવ્ય “ઓપરેશન સિંદૂર યાત્રા”નું આયોજન


ભાવનગર ,29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગરમાં અખંડ ભારત અસ્મિતા મંચ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરતી “ઓપરેશન સિંદૂર યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલા મંડળો, સામાજિક આગેવાનો તથા વિવિધ સંસ્થાઓ જોડાયા હતા. દેશપ્રેમના નાદ અને તિરંગા ધ્વજ સાથે શરૂ થયેલી આ યાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પર ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જ્યો.

આ પ્રસંગે મંચના આગેવાનો દ્વારા જણાવાયું કે “ઓપરેશન સિંદૂર યાત્રા”નો હેતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને સાંસ્કૃતિક અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો છે. યુવા પેઢીમાં દેશ માટેની સમર્પણ ભાવના જાગૃત થાય અને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને પ્રેરણા મળે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન દેશભક્તિ ગીતો, વંદેમાતરમના જયઘોષ અને પ્રેરણાદાયી સૂત્રો ગુંજતા રહ્યા. રસ્તાઓ પર ઊભેલા નાગરિકોએ તિરંગા લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું. ભાવનગર શહેર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.

અખંડ ભારત અસ્મિતા મંચની આ અનોખી પહેલ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના પ્રબળ બની રહી છે અને સમાજમાં અખંડ ભારતના સંકલ્પને મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande