લાઠી તાલુકાના ભૂરખીયા ગામે અમરેલી એસ.ઓ.જી.ની કાર્યવાહી : પોષડોડા સહિત રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત, કોમર્શિયલ ક્વોન્ટિટી કેસમાં આરોપી ઝડપાયો
અમરેલી,29 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારના ભૂરખીયા ગામે અમરેલી એસ.ઓ.જી.ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડતાં સ્થળ પરથી પોષડોડાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ
લાઠી તાલુકાના ભૂરખીયા ગામે અમરેલી એસ.ઓ.જી.ની કાર્યવાહી : પોષડોડા સહિત રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત, કોમર્શિયલ ક્વોન્ટિટી કેસમાં આરોપી ઝડપાયો


અમરેલી,29 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારના ભૂરખીયા ગામે અમરેલી એસ.ઓ.જી.ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડતાં સ્થળ પરથી પોષડોડાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 59.880 કિલોગ્રામ પોષડોડા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત આશરે રૂ. 1,86,140/- જેટલી થાય છે. સાથે સાથે ઘટનામાં સંકળાયેલા આરોપીને પણ ઝડપવામાં આવ્યો છે. આ જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટી હેઠળ આવતા હોવાથી આરોપી સામે એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવા જથ્થાનો ખુલાસો થવો ચિંતાજનક બાબત છે, પરંતુ એસ.ઓ.જી.ની ઝડપી કાર્યવાહીથી એક મોટો ગુનો ડીટેક્ટ થયો છે.

આ કામગીરીથી અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર પર અસરકારક પ્રહાર થયો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા ગેરકાયદે પ્રવૃત્તિની જાણ તંત્રને કરવી જેથી સમાજમાંથી નશાખોરીનો નાશ કરી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande