ચિલ્ડ્રન હોમ પોરબંદર ખાતે 30 ઓગસ્ટના બિનજરૂરી લોખંડના ભંગાર અને જુના માલ સામાન સહિતની વસ્તુઓની હરાજી કરાશે.
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)સરકારી ચિલ્ડ્રન હોમ પોરબંદર દ્વારા બિનજરૂરી લોખંડના ભંગાર તથા ખાલી ડબા, પસ્તી,પૂઠાની જાહેર હરાજી કરવામાં આવશે આ ભંગારની ખરીદી કરતા વ્યક્તિ-વેપારીઓને તા.30 ઓગસ્ટના 11 કલાકે સરકારી ચિલ્ડ્રન હોમ, સાંદિપની આશ્રમ સામે પોરબંદર ખાતે
ચિલ્ડ્રન હોમ પોરબંદર ખાતે 30 ઓગસ્ટના બિનજરૂરી લોખંડના ભંગાર અને જુના માલ સામાન સહિતની વસ્તુઓની હરાજી કરાશે.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)સરકારી ચિલ્ડ્રન હોમ પોરબંદર દ્વારા બિનજરૂરી લોખંડના ભંગાર તથા ખાલી ડબા, પસ્તી,પૂઠાની જાહેર હરાજી કરવામાં આવશે આ ભંગારની ખરીદી કરતા વ્યક્તિ-વેપારીઓને તા.30 ઓગસ્ટના 11 કલાકે સરકારી ચિલ્ડ્રન હોમ, સાંદિપની આશ્રમ સામે પોરબંદર ખાતે વેપારીઓ ઉપસ્થિત રહીને પુઠાના ખોખા(કાર્ટુન), તેલના ખાલી થયેલ કેન-ડબ્બા, નોટ બુકસ વગેરે જેવી આઈટમોની જાહેર હરાજીથી ખરીદી કરી શકશે.

જેમાં કાગળ પસ્તી, પુઠાના ખોખા(કાર્ટુન), તેલના ખાલી થયેલ કેન-ડબ્બા, નોટ બુકસ વગેરે જેવી આઈટમોની જાહેર હરાજીથી વેંચાણ કરવામાં આવશે તેમજ જુનો માલ સામાનની ખરીદી કરવા માંગતા વેપારી પેઢી તથા લોખંડ ભંગારના ડેલા વાળાઓએ નીચેની તારીખ, સમય, સ્થળ પર ઉપસ્થિત રહીને હરાજી પ્રક્રિયામાં વેપારીઓને સહભાગીબનીને ખરીદી કરી શકશે.આ હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ સાથે આધારકાર્ડની નકલ તથા ડીપોઝીટ રૂપે રૂ 500/- જમા કરવાના રેહશે જે હરાજી રાજી પૂર્ણ થયા બાદ પરત મળવાપાત્ર રહેશે. માલનું નિરિક્ષણ શાંતીપુર્ણ રીતે કરી પોતે બોલી બોલવાની રહેશે તથા જે વસ્તુ વજનથી આપવાની છે તેના પ્રતિ.કિ.ગ્રા ભાવ જણાવવાનો રહેશે જે વ્યાપારીનો ભાવ સૌથી ઉંચો રહેશે. તેને આ માલ સામાન સોપી સ્થળ પર આ વેપારીએ ખરીદી કરેલ માલનું કેસ પેમેન્ટ ચુકવી કયેરીની પાકી પહોંચ મેળવી લેવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande