પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.): હારીજ તાલુકાના રોડા સીમ વિસ્તારમાં એક દર્દનાક બાઈક અકસ્માત સર્જાયો છે. તેજમલજી વશરામજી ઠાકોર તેમની પત્ની મધીબેન અને સાસુ સાથે દવાખાને જઇ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તામાં એક કૂતરું આવી પડતાં બાઈક અકસ્માત થયો.
તેજમલજી બાઈક ચલાવી રહ્યા હતા, ત્યારે કૂતરાને બચાવવાનો પ્રયાસ કરતા તેમણે બાઈક પરનો નિયંત્રણ ગુમાવ્યો અને બાઈક સ્લીપ થઈ ગયું. આ અકસ્માતમાં ત્રણેયને ઈજાઓ પહોંચી છે. મધીબેન ઠાકોરની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ ત્રણે ઈજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ