મહેસાણા તાલુકાના લાખવડ ગામના તળાવમાંથી લાશ મળી, ફાયર વિભાગે બહાર કાઢયો મૃતદેહ
મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા તાલુકામાં આવેલા લાખવડ ગામમાં આજે સવારે અચાનક એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના તળાવમાં એક અજાણી લાશ પાણીમાં તરતી જોવા મળતાં ગામલોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના જાણવા મળતા ગામલોકો ટોળેટોળાં તળાવ કિનારે ઉમટી પડ્યા
મહેસાણા તાલુકાના લાખવડ ગામના તળાવમાંથી લાશ મળી, ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ


મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા તાલુકામાં આવેલા લાખવડ ગામમાં આજે સવારે અચાનક એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના તળાવમાં એક અજાણી લાશ પાણીમાં તરતી જોવા મળતાં ગામલોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના જાણવા મળતા ગામલોકો ટોળેટોળાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભય તથા કુતુહલનું વાતાવરણ સર્જાયું હતું.

તળાવમાં લાશ હોવાની જાણ થતા ગામના પટેલ બચુભાઇએ તરત જ મહેસાણા ફાયર વિભાગને માહિતી આપી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ તળાવમાં સુરક્ષા સાધનો તથા રસ્સાનો ઉપયોગ કરી પાણીમાં તરતી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રારંભિક માહિતી મુજબ મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. લાખવડ ગામના તળાવમાંથી લાશ મળવાથી ગ્રામજનોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે અને લોકોમાં આ ઘટના વિશે ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande