ભાવનગરમાં ૫૩૧ સિદ્ધિતપના પારણા મહોત્સવે મુખ્યમંત્રીની હાજરી
ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર શહેરે આજે એક ઐતિહાસિક અને પાવન પ્રસંગનો સાક્ષી બન્યો, જ્યાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપસંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ૫૩૧થી વધુ સિદ્ધિતપ કરનાર તપસ્વીઓના પારણા મહોત્સવનું ભવ્ય આયોજન થયું.
ભાવનગરમાં ૫૩૧ સિદ્ધિતપના પારણા મહોત્સવે મુખ્યમંત્રીની હાજરી : તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવી કરી પ્રસ્થાન


ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર શહેરે આજે એક ઐતિહાસિક અને પાવન પ્રસંગનો સાક્ષી બન્યો, જ્યાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપસંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ૫૩૧થી વધુ સિદ્ધિતપ કરનાર તપસ્વીઓના પારણા મહોત્સવનું ભવ્ય આયોજન થયું. આ અનોખા અવસરે માનનીય મુખ્યમંત્રી ઉપસ્થિત રહી તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું તથા આરાધકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના ચરણોમાં વંદન કરી સૌને મિચ્છામી દુક્કડમ પાઠવ્યું. તેમણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં તપસ્વીઓના દર્શન માત્રથી જ ઉદ્ધાર થતો માનવામાં આવે છે, અને તપસ્યાના માધ્યમથી સાધુ-સંતોના ચરણોમાં રહેવાનો મોકો મળે તો એ આત્મિક લાભનું સ્રોત છે. એકસાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો એ જીવનમાં વિશેષ સૌભાગ્યની વાત છે.

આ પ્રસંગે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ મુખ્યમંત્રી સહિત સૌને પ્રાપ્ત થયા. ભાવનગર ધામે યોજાયેલ આ પારણા મહોત્સવમાં સમગ્ર જૈન સમાજમાં અલૌકિક આનંદ છવાયો હતો અને શહેર ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande