કોંગ્રેસ દ્વારા મેયરને પત્ર પાઠવીને રાજીનામાની માંગણી કરવામાં આવી
સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.): સુરત મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામો અંગે છાશવારે ઉઠતી ફરિયાદો હવે સામાન્ય થઈ ચુકી છે. અલબત્ત, વરાછા ઝોન - બીમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા સંદર્ભે મેયર દક્ષેશ માવાણી દ્વારા ત્રણ મહિના પહેલાં કરવામાં આવેલ સુચના વહીવટી તં
મેયરને પત્ર પાઠવીને રાજીનામાની માંગણી કરવામાં આવી


સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.): સુરત મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામો અંગે છાશવારે ઉઠતી ફરિયાદો હવે સામાન્ય થઈ ચુકી છે. અલબત્ત, વરાછા ઝોન - બીમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા સંદર્ભે મેયર દક્ષેશ માવાણી દ્વારા ત્રણ મહિના પહેલાં કરવામાં આવેલ સુચના વહીવટી તંત્ર ઘોળીને પી ગયું છે. આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા મેયરને પત્ર લખીને સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્રની ભૂમિકા સામે ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

ગત મે મહિનામાં મેયર દક્ષેશ માવાણી પુણા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. આ દરમિયાન પુણા તળાવ પાસે નિર્માણાધીન સુમન હાઈસ્કુલની મુલાકાત દરમિયાન માર્જીનની જગ્યા છોડ્યા વિના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અંગે મેયરનું ધ્યાન ગયું હતું. તેઓએ તાત્કાલિક અધિકારીઓને આ બાંધકામ દુર કરવા માટે સ્પષ્ટ સુચના આપી હતી. જો કે, ત્રણ મહિનાનો સમયગાળો વીતિ જવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે ગત રોજ સ્થાનિક કોંગ્રેસી કાર્યકર સુરેશ સુહાગિયા સહિતનાં નેતાઓ દ્વારા મેયરને પત્ર લખીને સમગ્ર પ્રકરણ અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો મેયરની સુચના બાદ પણ અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ અંગે કુણું વલણ દાખવતાં હોય તેમ નજરે પડી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા મેયરને પુછવામાં આવ્યું હતું કે, જો વહીવટી તંત્ર સમક્ષ તમારૂં કંઈ ઉપજતું ન હોય અને તમારા આદેશનું ત્રણ મહિના બાદ પણ પાલન ન થતું હોય તો તેઓએ મેયર પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande