મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજનાના અંતર્ગત તાલુકા કક્ષાનો ક્રેડિટ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ક્રેડિટ કેમ્પનું અધ્યક્ષ સ્થાન માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ સંભાળ્યું હતું. કાર્યક્રમમાં માનનીય નિયામક, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી જિલ્લા લાઇવલીહુડ મેનેજર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી પસંદ થયેલા 358 સ્વ સહાય જૂથોને કુલ રૂ. 7.25 કરોડનું લોન ધિરાણ કરાયું હતું. આ લોનથી ગ્રામિણ સ્તરે મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ સહાય જૂથોને રોજગારી, નાના વ્યવસાય, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ તેમજ ઉદ્યોગ શરૂ કરવામાં સહાય મળશે.
NRLM યોજનાનો મુખ્ય હેતુ ગ્રામિણ પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવી સ્વરોજગારી તરફ પ્રેરિત કરવાનો છે. લોન મેળવવાથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની પોતાના પરિવારના આર્થિક સ્તરને મજબૂત કરી શકશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વ સહાય જૂથોના સભ્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે તેઓ લોનનો સદુપયોગ કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધે. આ કેમ્પને કારણે મહેસાણા જિલ્લામાં ગ્રામિણ સ્તરે મહિલાશક્તિ વધુ મજબૂત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR