અમરેલી , 29 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામની આજ રોજ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ગામના નાગરિકો અને અગ્રણીઓ સાથે હાર્દિક સંવાદ સાધવામાં આવ્યો. ગામની હાલની જરૂરિયાતો, નાગરિકોની અપેક્ષાઓ તેમજ ચાલુ વિકાસ કાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
સ્થાનિક નાગરિકોએ ગામમાં પાણી, માર્ગ, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત રજૂ કરી. ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી અને ત્વરિત ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આ મુલાકાત દરમિયાન સ્પષ્ટ સંકલ્પ દર્શાવવામાં આવ્યો કે ગામની પ્રગતિને પ્રશિસ્ત કરવામાં આવશે અને ગામને સુવિધાસભર તથા આધુનિક બનાવવા માટે સાતત્યપૂર્ણ પ્રયત્નો ચાલુ રહેશે. વિકાસ કાર્યોમાં જનસહભાગિતાનું મહત્વ સમજાવાયું તથા ગ્રામજનોને મળીને ગામના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ભોકરવા ગામની મુલાકાતે નાગરિકોમાં નવી આશા અને વિશ્વાસ પેદા કર્યો છે કે આગામી સમયમાં ગામને વિકાસનો એક નવો આયામ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai