ગીર સોમનાથ 29 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં નવા એસપી તરીકે સાજૅસંભાળતા જયદીપસિંહ જાડેજાએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. નવનિયુક્ત પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ, પોલીસ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને અને ધન્યતા અનુભવી હતી.
તેમણે સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને તેઓશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી
એસ.પી શ્રી પાઘ પૂજા ની પાલખી યાત્રામાં પણ જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ, સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કરી તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ