ગીર સોમનાથ, 29 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય બનાવટ નો દારૂ પોતાના કબજામાં રાખી હેરાફેરી કરતા ઈસમને મોટર સાયકલ ની પેટ્રોલ ની ટાંકી મા ચોરખાનુ બનાવી દારૂના જથ્થા સાથે પકડી પાડતી ઉના સર્વ લન્સ સ્કોડ.
ઉના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા ની સુચના મુજબ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કેસરીયા ગામે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સાદુળભાઈ ચારણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બામણીયા ને ખાનગી રાહે હકીકત મળેલ કે તડ ગામ તરફથી કેસરીયા તરફ થી શખ્સ પોતાની મોટર સાયકલ મા પેટ્રોલ ની ટાંકીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૧૮૦એમ એલ ની પ્લાસ્ટિકની કંપની સીલ પેક બોટલ નંગ ૨૦ જેની કિંમત ૨૮૬ તથા મોટરસાયકલ કિંમત ૩૦,૦૦૦ અને કિંમત રૂ ૩૨૮૬૦નો મુદ્દા માલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિસન કલમ હેઠળ ગુનો નોંધેલ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણાતથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર પી જાદવ એ એસ આઈ શાંતિલાલ વેલાભાઈ સોલંકી એ એસ આઈ જોરૂભા નારણભા મકવાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ સાદુળભાઈ ચારણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ મહાવિર સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ હાજાભાઇ રામ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ભુપતભાઈ જાદવ પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા પોલીસ કોન્સ્ટેબલ રવિ સિંહ પ્રદિપસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ પરમાર રોકાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ