જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.): અર્ધ શત્રુંજયનું બિરૂદ ધરાવતા જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે ક્ષમાપના પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ જૈન સંઘોનાં તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ હતી. સ્થાનકવાસી તથા દેરાવાસી બંને પ્રકારનાં જૈન સંઘોનાં તપસ્વીઓનાં સન્માન માટે ગુરૂ ભગવંતોની નિશ્રામાં શોભાયાત્રા યોજાઇ હતી.
ચાંદી બજારનાં શેઠજી દેરાસર પાસેથી આરંભ થયેલ શોભાયાત્રા સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ, સજુબા સ્કૂલ પાસેથી પસાર થઇ ચાંદી બજાર પહોંચી પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતનાં જૈન અગ્રણીઓ જોડાયા હતાં.શોભાયાત્રા પછી પ્રતિક્રમણનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શ્રાવક - શ્રાવિકાઓ તથા તપસ્વીઓએ આત્મશુદ્ધિનો સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt