મહુવા તાલુકાના ઊંચા કોટડા ખાતે શ્રી ચામુંડા માતાજીના ધારાસભ્ય ભરત સુતરિયા એ કર્યા દર્શન
ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ ઊંચા કોટડા સ્થિત શ્રી ચામુંડા માતાજીના મંદિરે ધારાસભ્ય ભરત સુતરિયા પધાર્યા હતા. તેમણે માતાજીના દર્શન કરી પ્રદેશના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ તેમજ સૌ પ્રદેશવાસ
ધારાસભ્ય ભરત સુતરિયા દ્વારા મહુવા તાલુકાના ઊંચા કોટડા ખાતે શ્રી ચામુંડા માતાજીના દર્શન : પ્રદેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના


ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ ઊંચા કોટડા સ્થિત શ્રી ચામુંડા માતાજીના મંદિરે ધારાસભ્ય ભરત સુતરિયા પધાર્યા હતા. તેમણે માતાજીના દર્શન કરી પ્રદેશના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ તેમજ સૌ પ્રદેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે હાર્દિક પ્રાર્થના કરી.

શ્રી ચામુંડા માતાજીનું મંદિર મહુવા તાલુકાનું પ્રખ્યાત ધાર્મિક સ્થાન છે, જ્યાં વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા રહે છે. ધારાસભ્યશ્રીએ મંદિરે દર્શન બાદ મંદિર ટ્રસ્ટના આગેવાનો સાથે મુલાકાત કરી અને મંદિર વિસ્તારના વિકાસ કાર્ય અંગે ચર્ચા પણ કરી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે આવા પૌરાણિક ધર્મસ્થળો માત્ર આસ્થા જ નહીં પરંતુ સમાજને સંસ્કાર અને એકતાનો સંદેશ આપે છે. માતાજીના આશીર્વાદથી પ્રદેશમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી.

મંદિર ખાતે સ્થાનિક ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ઊંચા કોટડામાં આજે ભક્તિમય અને ધાર્મિક માહોલ છવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande