ધારાસભ્ય મહેશ કસવાલાનો સાવરકુંડલા શહેરના વોર્ડ 3માં જનસંપર્ક પ્રવાસ : નાગરિકોની જરૂરિયાતો સાંભળી વિકાસ કાર્યો અંગે વિશ્વાસ આપ્યો
અમરેલી 29 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલા શહેરના ધારાસભ્ય મહેશ કસવાલા આજે ગામડાં તથા શહેરના વિસ્તારોની મુલાકાતે પધાર્યા હતા. વોર્ડ નંબર 3માં આવેલા રામજી મંદિર ખાતે તેમણે સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો સાથે જનસંવાદ સાધ્યો. આ અવસરે નાગરિકોએ પોતાની વિવિધ જરૂરિયા
ધારાસભ્ય મહેશ કસવાલાનો સાવરકુંડલા શહેરના વોર્ડ 3માં જનસંપર્ક પ્રવાસ : નાગરિકોની જરૂરિયાતો સાંભળી વિકાસ કાર્યો અંગે વિશ્વાસ આપ્યો


અમરેલી 29 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલા શહેરના ધારાસભ્ય મહેશ કસવાલા આજે ગામડાં તથા શહેરના વિસ્તારોની મુલાકાતે પધાર્યા હતા. વોર્ડ નંબર 3માં આવેલા રામજી મંદિર ખાતે તેમણે સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો સાથે જનસંવાદ સાધ્યો.

આ અવસરે નાગરિકોએ પોતાની વિવિધ જરૂરિયાતો તથા સ્થાનિક સ્તરે ચાલી રહેલી સમસ્યાઓ અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી. મહેશ કસવાલાએ સૌની વાતને ધ્યાનપૂર્વક સાંભળી આવતા સમયમાં શહેર અને વોર્ડના સર્વાંગી વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરવાની ખાતરી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે જનસેવામાં પ્રાથમિકતા નાગરિકોની સુવિધાને આપવાની રહેશે.

આ સાથે જ ધારાસભ્યશ્રીએ વિસ્તારની પાણીની ટાંકીનું નિરીક્ષણ કર્યું અને પાણી પુરવઠા સંબંધિત મુદ્દાઓને તાત્કાલિક ઉકેલવા માટે જરૂરી સૂચનો આપ્યા. નાગરિકોએ ધારાસભ્યના આ પ્રવાસ અને પ્રતિબદ્ધતાનો સ્વાગત કર્યો.

આ મુલાકાતથી સ્પષ્ટ થયું કે ધારાસભ્ય લોકઅભિપ્રાયને મહત્વ આપી વિકાસ કાર્યોમાં નાગરિકોને સાથે લઈને આગળ વધી રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં આજનો દિવસ લોકજન સાથેનો સ્નેહીલ સંવાદ અને વિકાસના સંકલ્પનો સાક્ષી રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande