મંત્રી કુંવરજી બાવલિયા દ્વારા સનેસ ગામ ખાતે બેઠક: પીવાના પાણી અને સિંચાઈ સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા
ભાવનગર 29 ઓગસ્ટ (હિ.સ.): આજે ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યના મંત્રી કુંવરજી બાવલિયા સનેસ ગામે પધાર્યા હતા. અહીં તેમણે સંબંધીત અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગામના નાગરિકોને પુરતા પ્રમાણમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉ
મંત્રી કુંવરજી બાવલિયા દ્વારા સનેસ ગામ ખાતે બેઠક : પીવાના પાણી અને સિંચાઈ સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા


ભાવનગર 29 ઓગસ્ટ (હિ.સ.): આજે ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યના મંત્રી કુંવરજી બાવલિયા સનેસ ગામે પધાર્યા હતા. અહીં તેમણે સંબંધીત અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગામના નાગરિકોને પુરતા પ્રમાણમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા તથા તેના ઉકેલ માટેના શક્ય માર્ગો અંગે પણ વિચારવિમર્શ થયો.

મંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક અસરથી દૂર કરવા માટે પગલાં લેવાય અને ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા તથા સિંચાઈ યોજનાઓને પ્રાથમિકતા આપે છે અને ખેડૂતોના હિતને કેન્દ્રસ્થાને રાખીને કામ કરે છે.

આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ નાગરિકોએ મંત્રી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને મંત્રીએ તેને ગંભીરતાથી સાંભળી શક્ય તેટલી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી. સનેસ ગામમાં યોજાયેલી આ બેઠકથી નાગરિકોમાં આશાનો સ્નેહીલ માહોલ જોવા મળ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande