અમરેલી , 29 ઓગસ્ટ (હિ.સ.)
કર્મચારીઓની બીપી અને ડાયાબિટીસની તપાસ, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓએ લીધી તપાસ
આજરોજ અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે NCD (Non-Communicable Diseases) સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો હેતુ કર્મચારીઓના આરોગ્યની સમયસર તપાસ કરી તેમને જીવનશૈલી સંબંધિત રોગોથી બચાવવાનો હતો.
કેમ્પ દરમિયાન જિ.પંના તમામ કર્મચારીઓની બ્લડ પ્રેશર (BP) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી. કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું. આ પ્રસંગે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સહીત આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને પોતે પણ તપાસ કરાવીને અન્યોને આરોગ્ય જાગૃતિ માટે પ્રેરણા આપી.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે NCD જેવા કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ વગેરે રોગોનું વહેલા તબક્કે નિદાન થાય તો સમયસર સારવાર શક્ય બને છે. આવા કેમ્પો કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
અમરેલી જિ.પં દ્વારા આયોજિત આ આરોગ્ય કેમ્પથી કર્મચારીઓમાં આરોગ્ય ચકાસણી પ્રત્યે રસ અને જાગૃતિ વધારવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai