પાટણમાં ઉત્સાહભેર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.): પાટણના જિલ્લા રમતગમત સંકુલ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અને સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને યાદગિર કરાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી ત
પાટણમાં ઉત્સાહભેર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ


પાટણમાં ઉત્સાહભેર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ


પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.): પાટણના જિલ્લા રમતગમત સંકુલ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અને સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને યાદગિર કરાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેક્ટર તુષાર ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના આગેવાનો તથા અનેક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી છુપાયેલી રમતગમત પ્રતિભાને નમાવા માટે ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે આ મંચ દ્વારા યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય એકતાનું વાવેતર થશે અને ખેલાડીઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળશે.

આ ખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ, જુડો, બેડમિન્ટન, ખુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગ અને એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. દરેક વયજૂથના ખેલાડીઓ માટે ખૂલ્લી સ્પર્ધાઓ રહેશે. રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લું રહેશે અને સ્પર્ધાઓ 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર 2025 સુધી યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande