પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે શ્રી સરદાર પટેલ રમત સંકુલ ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ
પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.


પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.


પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.


પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે શ્રી સરદાર પટેલ રમત સંકુલ ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, ખેલાડીઓ તથા રમતપ્રેમીઓએ મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ સર્વે ઉપસ્થિતોએ ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત રમતગમત અને તંદુરસ્તીની પ્રવૃતિઓમાં ભાગલેવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું હતું કે “મેજર ધ્યાનચંદજી એ દેશ માટે ગૌરવવતું નામ છે. એમાં પણ તેઓને હોકીના જાદુગર કહેવામાં આવે છે. જે આપણી પૌરાણિક રમતની સાથો સાથ રાષ્ટ્રીય રમત પણ છે. તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે રમત દ્વારા વ્યક્તિનો આંતરિક તેમજ બાહ્ય વિકાસ થાય છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું રહ્યું છે કે ગામડાંના અંતિમ છોરે રહેલા ખેલાડીઓની પ્રતિભા પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘રમશે ગુજરાત – જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. એ જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત પ્રયત્નશીલ છે.”

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ મેજર ધ્યાનચંદજીના ભારતીય ખેલ જગત ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાનની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે “સરકાર આવા મહાનુભાવોની જન્મજયંતિ ઉજવે છે તેનો હેતુ એ જ છે કે જનસામાન્ય તેમના જીવનને જાણી શકે અને તેમાંથી પ્રેરણા લઈ શકે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “બાળકો આપણું આવતી કાલનું ભવિષ્ય છે, તેમને ખેલક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ છે.”

જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, “માનવ શરીરએ કોમ્પ્યુટર સમાન છે, જે કરોડો વર્ષો પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું. જેમ કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે, તેમ મનુષ્ય પાસે શરીર અને મન હોય છે. આ બંનેને સતત અપડેટ કરવાની જરૂર છે, અને રમતગમત તેને અપડેટ કરવાની શ્રેષ્ઠ રીત છે.”

તેમણે મેજર ધ્યાનચંદજીના ખેલ ક્ષેત્રે કરેલા અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું હતું અને પોરબંદરના નાગરિકોને આહવાન કર્યું હતું કે, “દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછી એક રમત રમવી જોઈએ, જેથી સ્વસ્થ જીવન સાથે દેશને રમતગમત ક્ષેત્રે આગળ લઈ જવામાં સૌનો ફાળો મળી રહે.”

આ અવસરે શાળાકીય હોકી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારએ કોઇન ટોસ તેમજ કલેકટર, મનપા કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉપસ્થિત મહાનુભવોએ પેનલ્ટી શૂટઆઉટ કરીને રમતની શરૂઆત કરાવી હતી, જેમાં જિલ્લાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય રમતગમત દિવસની આ ઉજવણી દ્વારા રમતગમત પ્રત્યેનો ઉમંગ, તંદુરસ્તી પ્રત્યેની જાગૃતિ તેમજ મેજર ધ્યાનચંદજી જેવા ખેલવીરોના પ્રેરણાસ્પદ જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આધુનિક રમતગમત સુવિધાઓનું વિકાસ કાર્ય હાથ ધરાયું છે. રાજ્ય સરકારના સહયોગથી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ તથા વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય સ્તરેથી લઈ રાજ્ય સ્તર સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને તકો મળી રહી છે.

કેન્દ્ર સરકારના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ તથા ખેલો ઈન્ડિયા જેવા અભિયાનો દેશભરમાં રમતગમત ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યા છે. આ જ દિશામાં પોરબંદર જિલ્લો પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande