મહિધરપુરામાં અરૂણ જવેલર્સને માલિકને રૂ.5.32 લાખની ઠગાઈ
સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.)-મહિધરપરપુરા વિસ્તારમાં આવેલ અરૂણ જવેલર્સ નામની દુકાને આવીને ઠગબાજે માલિકને પાંચ સોનાની ચેઈનના બદલામાં સોનાની બિસ્કીટ બનાવી આપવાનું કહી તેની પાસેથી રૂપિયા 5.32 લાખના મત્તાની સોનાની ચેઈન લઈ ગયા બાદ ફરાર થઇ ગયો હતો.એટલુંજ નહીં ઠગબ
મહિધરપુરા પોલીસ


સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.)-મહિધરપરપુરા વિસ્તારમાં આવેલ અરૂણ જવેલર્સ નામની દુકાને આવીને ઠગબાજે માલિકને પાંચ સોનાની ચેઈનના બદલામાં સોનાની બિસ્કીટ બનાવી આપવાનું કહી તેની પાસેથી રૂપિયા 5.32 લાખના મત્તાની સોનાની ચેઈન લઈ ગયા બાદ ફરાર થઇ ગયો હતો.એટલુંજ નહીં ઠગબાજે બાદમાં પોતાનું મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ આ આ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો..

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં આવેલ બ્લોસમ બિલ્ડિંગની સામે, ટાઈમ્સ લક્ઝરીયા ખાતે રહેતા અંજેશભાઈ

સુરેશભાઈ ધોકા ભાગળ, પારસી શેરીમાં અરૂણ જવલેર્સના નામે ધંધો કરે છે.અંજેશભાઈની દુકાનમાં ગત તા 26 ઓક્ટોબર2024ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં સતીષકુમાર મોહનલાલજી પુરોહીત (રહે, સનવાઈચા કી શેરી, સુજાપુરા ગામ, બરલૂટ, સિરોહી, રાજસ્થાન) આવ્યો હતો અને દુકાનમાં કામ કરતા વિપુલ નામના કર્મચારી પાસે 22 કેરેટની પાંચ સોનાની ચેઈન જેનું વજન 53.600 ગ્રામ અને કિંમત રૂપિયા 5.32 લાખ. સતીષકુમારે આ ચેઈન પરવત પાટીયા ખાતે આવેલ ભાવના જવેલર્સમાં વેચી તેના બદલામાં સોનાની બિસ્કિટ બનાવી આપવાની વાત કરતા અંજેશભાઈઍ તેમનો ધીરજ નામનો કર્મચારી તેમની સાથે મોકલ્યો હતો. સતીષકુમારે ધીરજને ભાવના જવેલર્સમાં બેસાડી રાખ્યો હતો. અને કહ્નાં કે 15 ગ્રામ સોનનું અઙીથી લેવાનું છે જયારે બાકીનું સોનું તે બહારથી બીજી જવેલર્સ ખાતેથી લઈને આવે છે તેમ કહી ધીરજને ભાવના જવેર્લસમાં બેસાડી રાખી પાંચે સોનાની ચેઈન લઈને રફુચક્કર થઈ ગયો હતો. કલાકો બાદ પણ સતીષકુમાર પરત નહી આવતા ધીરજ તેના શેઠ અંજેશભાઈને વાત કરતા તેઓએ સતીષકુમારને ફોન કરતા બંધ આવતો હતો. સતીષકુમારે સોનાની ચેઈનના બદલામાં બિસ્કિટ કે પૈસા નહી આપી ચેઈન લઈને ભાગી જઈ છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતા અંજેશભાઈ ધોકાઍ આ મામલે ગતરોજ ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે સતીષકુમાર પુરોહીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande