પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની યોજાઈ બેઠક
વડોદરા, 29 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. આ જ સંદર્ભે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ
પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


વડોદરા, 29 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. આ જ સંદર્ભે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા પી.એસ.આઇ. સહિતના અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જાહેર સ્થળોએ ઊંચા અવાજમાં ડીજે અથવા સાઉન્ડ સિસ્ટમ વગાડવાથી પરેશાનીઓ સર્જાઈ શકે છે, તેથી નિયમોનું પાલન અનિવાર્ય છે. સાથે જ, જાહેર માર્ગો પર અવરજવર સુગમ રહે તે માટે ગણેશજીની સ્થાપના દરમિયાન યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી.

સામાજિક અગ્રણીઓએ પણ પોલીસની કવાયતને સરાહના આપી અને ખાતરી આપી કે, તમામ સમાજના લોકો સાથે મળીને તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવશે. પોલીસે જણાવ્યુ કે, કોઈપણ પ્રકારની અશાંતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલા લેવામાં આવશે. શાંતિ સમિતિની આ બેઠક વડોદરા શહેરની સામાજિક એકતા અને સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ બની રહી. તહેવારો માત્ર આનંદનો જ પ્રસંગ નથી પરંતુ સમાજના તમામ વર્ગોને નજીક લાવવાની તક પણ આપે છે, તેવો સંદેશ પણ આ પ્રસંગે ઊપસ્થિત લોકોમાં વ્યાપક રીતે ફેલાયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande