પોરબંદર જિલ્લા કલેક્ટરએ સરદાર પટેલ રમતગમત સંકુલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ દ્વારા પોરબંદર શહેર સ્થિત શ્રી સરદાર પટેલ રમતગમત સંકુલની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારી
પોરબંદર જિલ્લા કલેક્ટરએ સરદાર પટેલ રમતગમત સંકુલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પોરબંદર જિલ્લા કલેક્ટરએ સરદાર પટેલ રમતગમત સંકુલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પોરબંદર જિલ્લા કલેક્ટરએ સરદાર પટેલ રમતગમત સંકુલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પોરબંદર જિલ્લા કલેક્ટરએ સરદાર પટેલ રમતગમત સંકુલની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ દ્વારા પોરબંદર શહેર સ્થિત શ્રી સરદાર પટેલ રમતગમત સંકુલની મુલાકાત લેવામાં આવી હતી.

અધિકારીઓએ સંકુલમાં વિકસાવવામાં આવેલી આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કરી ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તંત્રને આવશ્યક માર્ગદર્શન આપતાં તેમણે ખાસ ભાર મૂક્યો કે ખેલાડીઓને શ્રેષ્ઠ માહોલ અને આધુનિક સુવિધાઓ મળી રહે તે દિશામાં ઝડપી ગતિએ કાર્ય થવું જોઈએ.

આ અવસરે અધિકારીઓએ ખેલાડીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સંબંધિત તંત્ર સાથે ચર્ચા પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન સંલગ્ન અધિકારીઓ તથા સરદાર પટેલ રમતગમત સંકુલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande