અમરેલી બ, 29 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલા તાલુકા હેલ્થ કચેરી ખાતે આજ રોજ જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ વર્તમાન આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી અને નાગરિકોના પ્રશ્નો તથા જરૂરીયાતો અંગે સંવાદ સાધ્યો.
ચર્ચા દરમિયાન તાલુકામાં ઉપલબ્ધ દવાઓ, તબીબી સાધનો, એમ્બ્યુલન્સ સેવા, આરોગ્ય કેન્દ્રોના સુધારણા અને આગામી સમયમાં થનારી આરોગ્ય યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. નાગરિકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશેષજ્ઞ તબીબોની અછત અનુભવાય છે તથા કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક સેવા સુલભ નથી.
આ મુદ્દાઓને અધિકારીઓએ ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક ઉકેલ લાવવા માટે યોગ્ય સૂચનો આપ્યા. સાથે જ શક્ય તમામ આરોગ્ય સેવાઓ નાગરિકોને પ્રાથમિકતાથી ઉપલબ્ધ થાય તે માટે વિભાગ દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
જનસંવાદ કાર્યક્રમથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો હતો કે આરોગ્ય વિભાગ તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ સેવાઓ સુધારવા સક્રિય રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai