પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે 9 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં લુખાસણના અકબરભાઈ સિપાઈ, છાપી હાઈવેના સમીર શેખ, વડગામના બિસ્મિલ્લાખાન નાગોરી, પાલનપુરના જાવેદભાઈ શેખ, આફતાબખાન નાગોરી, શોકતખાન ધોબી, સોહીલભાઈ નાગોરી, સરફરાજ ખલીફા અને ફિરોજભાઈ સિપાઈનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 67,250ની રોકડ રકમ, 52 ગંજીપાના, કુલ રૂ. 75,000ની કિંમતના 9 મોબાઈલ ફોન અને રૂ. 8.20 લાખની કિંમતના બે વાહનો જપ્ત કર્યા છે. કુલ રૂ. 9.62 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ