જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણ તોગડીયા આજે જામનગર આવ્યા છે. તેમણે દરરોજ અલગ અલગ વિસ્તારોમાં હનુમાન ચાલીસાનાં પાઠ કરાવવા આહવાન કર્યું હતું. હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણ તોગડીયા આજે સવારે જામનગરમાં આવી પહોંચ્યા હતાં.
તેઓ સીધા જ લાલવાડી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ નટવરલાલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું કે, નવરાત્રિમાં શસ્ત્ર પૂજન ફરજિયાત કરવું તેમજ માત્ર મંગળવાર અને શનિવારે જ નહીં, પરંતુ દરરોજ અલગ અલગ વિસ્તારોમાં હનુમાન ચાલીસાના પાઠ ફરજિયાત કરવાનું આયોજન કરવું. ઉપરાંત આઠમના દિવસે કન્યા પૂજન કરવાનું પણ આયોજન ઘડી કાઢવું જોઈએ.
હાલ તેઓ કિશોરભાઈના નિવાસસ્થાને ભોજન માટે રોકાયા છે. પરિણામે ફૂડ શાખાનો સ્ટાફ ભોજન ચકાસણી માટે પહોંચ્યો છે. પછી અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ઉપરાંત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt