જામનગરમાં વિદ્યાર્થી અને યુવકનો મોબાઈલ ચોરી : સિનેમા બહારથી બાઈકની ઉઠાંતરી
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ક્રિકેટ બંગલા પાસે બોર્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીનો મોબાઈલ ચોરાઈ ગયો છે. નાના વડાળામાં દૂધની દુકાનના થડા પરથી મોબાઈલની ઉઠાંતરી થઈ છે. એક ટોકિઝમાં ફિલ્મ જોવા આવેલા બેડના આસામીનું બાઈક ઉપડી ગયું છે. જામનગરના ક્રિકે
મોબાઈલ ચોર


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ક્રિકેટ બંગલા પાસે બોર્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીનો મોબાઈલ ચોરાઈ ગયો છે. નાના વડાળામાં દૂધની દુકાનના થડા પરથી મોબાઈલની ઉઠાંતરી થઈ છે. એક ટોકિઝમાં ફિલ્મ જોવા આવેલા બેડના આસામીનું બાઈક ઉપડી ગયું છે.

જામનગરના ક્રિકેટ બંગલા સામે આવેલા રાજપૂત સમાજની બોર્ડિંગમાં રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામના વિદ્યાર્થી હરપાલસિંહ મદારસંગ વાઢેર સોમવારે રાત્રે સાડા બારેક વાગ્યે ત્યાં હાજર હતા ત્યારે તેમનો રૂ.૧૫ હજારની કિંમતનો મોટોરોલા કંપનીનો મોબાઈલ કોઈ શખ્સ ચોરી ગયો છે. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પ્રવીણભાઈ લખમણભાઈ સીરોયા ગઈ તા.૯ની સાંજે ગામમાં આવેલી પોતાની દુકાને હતા ત્યારે તેઓએ થડા પર સેમસંગ કંપનીનો રૂ.૧૨ હજારની કિંમતનો મોબાઈલ મુક્યો હતો ત્યાંથી આ ફોનની ચોરી થઈ છે.

જામનગરના બેડ ગામના હીરેનભાઈ વિરજીભાઈ પરમાર નામના યુવાન ગઈ તા.૧પના દિને જામનગર આવ્યા પછી મેહુલ સિનેમેક્સમાં બપોરે ફિલ્મ જોવા માટે ગયા હતા ત્યારે તેઓએ જીજે-૧૦-ડીબી ૮૬૦૯ નંબરનું હીરો મોટરસાયકલ સિનેમાની બહારના પાર્કિંગમાં મૂક્યું હતું. ત્યાંથી કોઈ શખ્સ સવા ત્રણ કલાકમાં રૂ.૩૦ હજારનું વાહન હંકારી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande