જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલના વિદ્યાર્થીઓનું જૂડો કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : તાજેતરમાં પ્રાઈમ ઈન્ટરનેશલ સ્કૂલમાં સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત જૂડો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં રાધિકા એડ્યુકેર સ્કૂલના
કોમ્પિટિશન


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : તાજેતરમાં પ્રાઈમ ઈન્ટરનેશલ સ્કૂલમાં સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત જૂડો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કોમ્પિટિશનમાં રાધિકા એડ્યુકેર સ્કૂલના ૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ૭ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી અલગ અલગ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા હતાં, જેમાં અન્ડર ૧૪ (વર્લ્સ) એઈજ ગ્રુપમાં શ્રેયા માલદેએ અન્ડર ૪૦ વેઈટ કેટેગરીમાં ગોલ્ડમેડલ, અન્ડર ૧૪ (વર્લ્સ) એઈજ ગ્રુપમાં શ્રીયા માલદેએ અન્ડર પ૦ વેઈટ કેટેગરીમાં ગોલ્ડમેડલ, અન્ડર ૧૪ (બોયસ) એઈજ ગ્રુપમાં તક્ષ તરાવીયાએ અન્ડર પ૦ વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ, અન્ડર ૧૭ (બોયસ) એઈજ ગ્રુપમાં મિહિલ વીરસોડિયાએ અન્ડર પપ વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ, અન્ડર ૧૪ (બોયસ) એઈજ ગ્રુપમાં મિહિલ વીરસોડિયાએ અન્ડર પપ વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ, અન્ડ ૧૪ (બોયસ) એઈજ ગ્રુપમાં રૂદ્ર વૈશ્નવએ અન્ડર ૩૦ વેઈટ કેટેગરીમાં બોન્ઝ મેડલ, અન્ડર ૧૪ (બોયસ) એઈજ ગ્રુપમાં હારિત ઘાડિયાએ અન્ડર પ્લસ પ૦ વેઈટ કેટેગરીમાં બોન્ઝ મેડલ, અન્ડર ૧૪ (બોયસ) એઈજ ગ્રુપમાં તુષાર પરમારએ અન્ડર પ૦ વેઈટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.

આ સમગ્ર કોમ્પિટિશનમાં શાળાના સ્પોર્ટસ મેન્ટર અજય પરમાર દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બાળકોની આ સફળતા બદલ શાળાના પ્રિન્સિપાલ ચેતન શુક્લ તેમજ જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande