તત્કાલિન અમરેલી એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ પણ દોષિત
અમરેલો , 29 ઓગસ્ટ (હિ.સ.) બિટકોઈન ખંડણી કૌભાંડ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત અમરેલી ના તત્કાલિન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ દોષિત જાહેર, 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી 176 બિટકોઈન (મૂલ્ય રૂ. 9 કરોડ) ખંડણી લેવાઈ હોવાનો આરોપ સાબિત ગુજરાત
તત્કાલિન અમરેલી એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ પણ દોષિત


અમરેલો , 29 ઓગસ્ટ (હિ.સ.)

બિટકોઈન ખંડણી કૌભાંડ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત અમરેલી ના તત્કાલિન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ દોષિત જાહેર, 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી 176 બિટકોઈન (મૂલ્ય રૂ. 9 કરોડ) ખંડણી લેવાઈ હોવાનો આરોપ સાબિત

ગુજરાતમાં વર્ષ 2018માં ચમકેલો બિટકોઈન ખંડણી કેસ હવે ચુકાદાના તબક્કે પહોંચ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલિન અમરેલી એસપી જગદીશ પટેલ તથા પીઆઈ અનંત પટેલને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સુરતના જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે થયેલા આ કૌભાંડમાં પોલીસ અધિકારીઓના નામ જોડાતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી હતી.

માહિતી અનુસાર, 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગર નજીક લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી આરોપીઓએ તેમની સાથે મારપીટ કરી તથા દબાણ હેઠળ તેમની પાસે રહેલા 176 બિટકોઈન, જેની બજાર કિંમત તે સમયે આશરે 9 કરોડ રૂપિયા હતી, ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં તત્કાલિન પોલીસ અધિકારીઓની સીધી સંડોવણી સામે આવતા રાજ્યના રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી હતી.

કેસની તપાસ દરમિયાન અનેક પુરાવા સામે આવ્યા હતા, જેમાંથી સાબિત થયું કે બિલ્ડરને નકલી કાયદેસર કાર્યવાહી બતાવીને અપહરણ કરી ખંડણી વસુલવામાં આવી હતી. આજે કોર્ટ દ્વારા ચુકાદો આપતાં નલિન કોટડિયા સહિત સંકળાયેલા અધિકારીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ ચુકાદા બાદ ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે કાયદા સામે કોઈપણ વ્યક્તિ મોટી નથી અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવા પર રાજકીય કે પોલીસ તંત્રમાં ઊંચા હોદ્દા ધરાવતાં લોકો સામે પણ કાયદાની કડક કાર્યવાહી થતી રહે છે. આ ચુકાદો રાજ્યમાં ન્યાય માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande