આવતીકાલે સરકારી અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રસ્સાખેંચ સહિતની રમતો રમવાનું આયોજન.
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના બીજા દિવસે એટલે કે તા.30 ઓગસ્ટના રોજ અનેક કાર્યક્રમોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતા પણ સહભાગી બની શકે તે
આવતીકાલે સરકારી અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રસ્સાખેંચ સહિતની રમતો રમવાનું આયોજન.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના બીજા દિવસે એટલે કે તા.30 ઓગસ્ટના રોજ અનેક કાર્યક્રમોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતા પણ સહભાગી બની શકે તે પ્રકારનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન હેઠળ જાહેર જનતા માટે સવારે 6.00કલાકે નટવરસિંહજી ગાર્ડન ખીજડી પ્લોટ ખાતે યોગા સેશન, સવારે 8.00 કલાકે સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, આર્ચરી, માટલા ફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી સહીતની પરંપરાગત રમતો રમવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

સવારે 9.00કલાકે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા લોકાપર્ણ કરવામાં આવેલ એથ્લેટીક્સ ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની જાહેર જનતા માટે મુલાકાત માટે ખુલ્લુ મૂકાશે તેમજ સાંજે 6:00 કલાકથી પરંપરાગત રમતો (ફન સ્ટ્રીટ)નું જાહેર જનતા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ JCI પ્લસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્કેટિંગ રીંગ પાસે, ચોપાટી પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્કુલ લેવલ સ્પોર્ટ્સ ડીબેટ, ફિટનેસ ટોક્સ, સ્થાનિક રમતોની સ્પર્ધાઓ રમવાનું આયોજન કરાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande