અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર
અમરેલી , 29 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદી માહોલ વધુ તીવ્ર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં મોસમ ખાતાની આગાહી : અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર


અમરેલી , 29 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદી માહોલ વધુ તીવ્ર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં મોસમ ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં સતત અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદી-નાળા અને ડેમ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની શક્યતા હોવાથી નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.

તે જ રીતે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં સાથે પવન ફૂંકાવાની સંભાવના છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂતોને પાક બચાવવા તકેદારી રાખવા તથા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી તંત્ર અને પાણી પુરવઠા વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મોસમ વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા, નદી-નાળા તથા દરિયાકાંઠે ન જવા અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. આ આગાહી સાથે જ તંત્રો પૂરતા સંકલ્પ સાથે તાત્કાલિક સેવાઓ માટે સજ્જ થઈ ગયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande