ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં શ્રમિક ઉપર કોલમ પડતા મૃત્યુ થયું
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : લાલપુરના કાનાછીકારી ગામની સીમમાં ઉભા થતા સોલાર પ્લાન્ટના કામના સ્થળે ગઈકાલે સવારે પંજાબના એક શ્રમિક પર લોખંડનો કોલમ અસંતુલિત થઈ પડ્યા પછી ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. લાલપુર તાલુકાના કાનાછીકારી ગામની સીમ
મોત


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : લાલપુરના કાનાછીકારી ગામની સીમમાં ઉભા થતા સોલાર પ્લાન્ટના કામના સ્થળે ગઈકાલે સવારે પંજાબના એક શ્રમિક પર લોખંડનો કોલમ અસંતુલિત થઈ પડ્યા પછી ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના કાનાછીકારી ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા ઉભા કરવામાં આવી રહેલા સોલાર પ્લાન્ટમાં કામ માટે આવેલા પંજાબ રાજ્યના ગુરૂદાસપુર જિલ્લાના ડકોહા ગામના વતની બલવીન્દરસિંગ જગીરસિંગ (ઉ.વ.૩૭) નામના શીખ યુવાન ગઈકાલે સવારે ચાલી રહેલા કોલમ ઉભા કરવાના કામ પર ફોરમેન તરીકે ફરજ બજાવતા હતા.

આ વેળાએ લોખંડનો કોલમ સંતુલન ગૂમાવીને બલવીન્દરસિંગ પર પડ્યો હતો. જેના કારણે પડખા તથા પગમાં આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા બલવીન્દરસિંગનું મૃત્યુ નિપજ્યું છે. તેના સાથી કર્મચારી સંદીપ જયસીંગે પોલીસને જાણ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande