સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટએ મોટો ચુકાદો આપ્યો છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલીન અમરેલી SP જગદીશ પટેલ અને PI અનંત પટેલ સહિત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને 176 બિટકોઇન (કિંમત આશરે 9 કરોડ) ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં પોલીસ અને રાજકીય ગઠબંધનની સીધી સંડોવણી સામે આવી હતી.
CIDએ તપાસ દરમિયાન PI અનંત પટેલ સહિત 10 પોલીસકર્મી અને સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પૂર્વ MLA નલિન કોટડિયા અને SP જગદીશ પટેલનાં નામ ખુલ્યાં હતાં.
કોર્ટએ તમામ પુરાવા આધારે તમામ 14 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફરમાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે