ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વિભાગની કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ બેઠકમાં “સાંસદ ખેલ મહોત્સવ 2025” તેમજ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા “સેવા પખવાડિયા” માટે વિવિધ કાર્યક્રમોની યોજનાની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મહાનગરના કાર્યકરો, પદાધિકારીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ખેલ મહોત્સવ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારશે તેમજ સેવા પખવાડિયા દ્વારા સમાજ સેવા, સ્વચ્છતા અને લોકકલ્યાણના કાર્યક્રમો થકી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાશે.
કાર્યકરોને આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પિત થવા અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે ભાજપનું મૂળ ધ્યેય સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનું છે. આ બેઠકથી શહેરમાં ખેલ અને સેવા અભિયાનને નવો ઉલ્લાસ અને પ્રેરણા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai