પશ્ચિમ રેલવે ચલાવશે વડોદરા – કોલકાતા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન
વડોદરા , 29 ઓગસ્ટ (હિ.સ.)- પશ્ચિમ રેલવે ચલાવશે વડોદરા – કોલકાતા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન. મુસાફરોની સુવિધા માટે અને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના અવસર પર વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે વડોદરા-કોલકાતા વચ્ચે વિશેષ ભાડા પર સ
aluva train robbery gang arrest


વડોદરા , 29 ઓગસ્ટ (હિ.સ.)- પશ્ચિમ રેલવે ચલાવશે વડોદરા – કોલકાતા વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન. મુસાફરોની સુવિધા માટે અને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના અવસર પર વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે વડોદરા-કોલકાતા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવશે.

ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

૧. ટ્રેન નં. 03110/03109 વડોદરા - કોલકાતા સાપ્તાહિક વિશેષ [૧૮ ફેરા]

ટ્રેન નં. 03110 વડોદરા – કોલકાતા સ્પેશિયલ દરેક ગુરુવારે વડોદરાથી સાંજે 16:45 કલાકે પ્રસ્થાન કરશે અને શનિવારે 04:05 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેમજ, ટ્રેન નં. 03109 કોલકાતા – વડોદરા સ્પેશિયલ દરેક મંગળવારે કોલકાતા થી 08:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 19:45 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 30 સપ્ટેમ્બર થી 25 નવેમ્બર, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ઈદગાહ આગરા, ટુંડલા, ગોવિંદપુરિ, પ્રયાગરાજ, પં. દિનદયાળ ઉપાધ્યાય, સાસારામ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિયૂલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર તથા બર્ધમાન સ્ટેશનો પર સ્ટોપેજ હશે.

આ ટ્રેનમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 03110 નું બુકિંગ 30 ઓગસ્ટ, 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande