ડેમ મહત્તમ 133.50 મીટર અને ગોલ્ડન બ્રિજની 20.92 ફૂટની સપાટી
ઉપરવાસમાંથી આવક માત્ર 73803 નદીમાં પાણીની જાવક 1.45 લાખ ક્યુસેક
હાલ 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે
ભરૂચ 3 ઓગસ્ટ (હિ.સ.)
નર્મદા ડેમ મહત્તમ સપાટી 133.50 મીટર અને ભરૂચમાં ગોલ્ડનબ્રિજે જળસ્તર 20.92 ફૂટે સ્પર્શી પરત ફરવાના શરૂ થયા નર્મદાના નીર.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમના પ્રથમ 5 બાદ 10 અને પછી 15 દરવાજા ખોલાયા હતા. ડેમમાં અપ સ્ટ્રીમમાંથી પાણીની મહત્તમ આવલ 4.35 લાખ ક્યુસેક સુધી પોહચી હતી. 1 ઓગસ્ટે સવારે 8 કલાકે કુલ 15 દરવાજા ખોલી નખાયા હતા. ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.
સાથે જ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ થઈ ગયું હતું. નર્મદા ડેમની મહત્તમ સપાટી 133.50 ફૂટે સ્પર્શી હતી. જ્યારે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીના જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ 20.92 ફુટે પોહચ્યા હતા.
ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 73803 ક્યુસેક થઈ જતા આજે બપોરે 2 કલાકે ડેમના 5 દરવાજા બંધ કરી દેવાયા હતા. હાલ ડેમમાંથી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણી ઠલવાઇ રહયુ હોય ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 4 કલાકથી સપાટી નીચે ઉતરી 20.86 ફૂટ નોધાઈ હતી. જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને 132.18 મીટરે ઉતર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ