અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા 190 સરપંચોનો સન્માન સમારોહ અને વિકાસમુલક સંદેશ
મહેસાણા, 3 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના હેડુવા રાજગઢ ખાતે આવેલા સુવિધા એજ્યુકેશન ટ્રસ્ટ – ગોપાલક વિદ્યા સંકુલમાં અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા 190 નવન
અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા 190 સરપંચોનો સન્માન સમારોહ અને વિકાસમુલક સંદેશ


મહેસાણા, 3 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના હેડુવા રાજગઢ ખાતે આવેલા સુવિધા એજ્યુકેશન ટ્રસ્ટ – ગોપાલક વિદ્યા સંકુલમાં અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા 190 નવનિયુક્ત સરપંચોને શાલ, સ્મૃતિ ચિહ્ન અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રબારી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામના વિકાસ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા સંદેશો આપવામાં આવ્યા.

સેમિનારમાં રબારી સમાજે એક મહત્વનો નિર્ણય લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા સર્વે સરપંચોને આહવાન કર્યું. સાથે જ, સરપંચોને ગામ પંચાયતમાં મળતી સરકારની ગ્રાન્ટ અને સેવાઓનો યોગ્ય ઉપયોગ કરીને ગામનો 100% વિકાસ સાધવા માટે પ્રેરણા આપવામાં આવી.

આ કાર્યક્રમે સમાજના સામાજિક જાગૃતિ અને ગ્રામ વિકાસ માટેના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande