મહેસાણા, 3 ઓગસ્ટ (હિ.સ.) : વડનગર પોલીસ સ્ટેશન ખાતે હરિયાણાના દાદરી જિલ્લાના બારડા તાલુકાના કારી મોદ ગામના રહેવાસી રામચંદ્ર સ્વામીએ પોતાની ઇચ્છાથી પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે સાફ સફાઈ કરી હતી.
રામચંદ્ર સ્વામી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્સાહી ચાહક છે અને તેમનું સ્વચ્છ ભારત અભિયાન હ્રદયપૂર્વક અનુસરી રહ્યા છે. આજ રોજ તેમણે વડનગર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા ઉત્તમ કાર્ય કરી દેશપ્રેમ અને સ્વચ્છતાની પ્રેરણાદાયક મિસાલ આપી હતી.
તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ વડનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એચ.એલ. જોશી દ્વારા તેમને શાલ ઓઢાડીને, હાટકેશ્વર મહાદેવનું મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રામચંદ્ર સ્વામીએ પોતાના સપનાનું પણ ઉલ્લેખ કર્યો કે તેઓ એક દિવસ નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરવાની આશા રાખે છે. તેમની ભાવનાત્મક અને સાહસિક પ્રવૃત્તિએ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા સ્થાનિક લોકો તરફથી પ્રશંસા મેળવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR