પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં નારી વંદન ઉત્સવના બીજા દિવસની ઉજવણીના ભાગરૂપે “બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે હોસ્પીટલના ગાયનેક સ્ટાફ સાથે મળીને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના હસ્તે લેડી હોસ્પિટલમાં જન્મેલ 10 નવજાત દીકરીઓને “બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” અંતર્ગત દીકરી વધામણાં કીટનું વિતરણ, વ્હાલી દીકરી યોજનાના ફોર્મ અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સરકારની વ્હાલી દીકરી યોજના ,સુકન્યા સમૃદ્ધી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.વધુમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સાથે સંકલન કરીને CHC/PHC ખાતે ખાતે જન્મેલ 04 દીકરીઓને “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” અંતર્ગત દીકરી વધામણાં કીટનું વિતરણ, વ્હાલી દીકરી યોજનાના ફોર્મ અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya